મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા ઈજા પામેલા વૃદ્ધ સારવારમાં: ગુનો નોંધાયો


SHARE







વાંકાનેર નજીક રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા ઈજા પામેલા વૃદ્ધ સારવારમાં: ગુનો નોંધાયો

વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ વાસુકી દાદાના મંદિર પાસેની કટ નજીકથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના આ બનાવમાં વૃદ્ધને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને ત્યારબાદ ઇજાગ્રસ્ત વૃદ્ધના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના કુંભારપરામાં રહેતા મયુરભાઈ રામજીભાઈ મકવાણા (36) એ હાલમાં સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 1562 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેરથી મોરબી તરફ જવાના હાઇવે રોડ ઉપર આવેલ નવાપરાની કટ પાસે વાસુકી દાદાના મંદિર નજીકથી તેઓના કાકા વાલજીભાઈ રવજીભાઈ મકવાણા (80) રહે. કુંભારપરા વાકાનેર વાળા પોતાનું બાઈક નંબર જીજે 3 એફસી 8095 લઈને મજૂરી કામે જઈ રહ્યા હતા દરમિયાન રિક્ષા ચાલકે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના કાકાના બાઇકને હડફેટે લીધું હતું જે બનાવમાં ફરિયાદીના કાકાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને રીક્ષા ચાલક પોતાની રીક્ષા ત્યાં મૂકીને નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત વૃદ્ધના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News