મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામ નજીક ખેત તલાવડીમાં ડૂબી જવાના કારણે માસૂમ બાળકીનું મોત: સરતાનપર ચોકડી નજીક છાતીમાં દુખાવો ઉપાડતા યુવાનનું મોત


SHARE







મોરબીના રંગપર ગામ નજીક ખેત તલાવડીમાં ડૂબી જવાના કારણે માસૂમ બાળકીનું મોત: સરતાનપર ચોકડી નજીક છાતીમાં દુખાવો ઉપાડતા યુવાનનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામ પાસે ખેત તલાવડીમાં પાણીમાં પડી જવાથી ડૂબી જવાના કારણે એક વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી નજીક પેટ્રોલ પંપ ખાતે રહેતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેનું મોત નીપજ્યું છે જે બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મોરબી તાલુકાના રંગપર બેલા ગામની સીમમાં આવેલ ખેત તલાવડીમાં મુકેશભાઈ માળીની એક વર્ષની દીકરી મીરાબેન કોઈ કારણોસર ખેત તલાવડી પાસે રમતા રમતા ત્યાં પાણીમાં પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ તુલસી પેટ્રોલ પંપ ખાતે રહેતા દીપસિંહ મોટસિંહ રાવત (48) નામના યુવાનને રાત્રિના 3:30 વાગ્યાના અરસામાં અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News