મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં એક જ રાતમાં 15 જેટલી કારના અજાણ્યા શખ્સે કાચ તોડી નાખ્યા: તપાસનો ધમધમાટ


SHARE







મોરબીમાં એક જ રાતમાં 15 જેટલી કારના અજાણ્યા શખ્સે કાચ તોડી નાખ્યા: તપાસનો ધમધમાટ

મોરબીમાં શનિવારની રાતે કાચ તોડ ગેંગ સક્રિય થઈ હોય તે પ્રકારનો ઘાટ જોવા મળ્યો છે અને મોરબીના પોસ વિસ્તાર કહી શકાય તેવા સનાળા રોડ, છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાં એક બે નહીં પરંતુ 15 જેટલી કારના કાચ રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તોડી નાખવામાં આવ્યા છે

મોરબીમાં અગાઉ રાત્રી દરમિયાન કારના કાચ તોડવામાં આવે, કારમાંથી ટાયરબકે પછી કોઈ સ્પેરપાર્ટની ચોરી કરવામાં આવે અથવા તો વાહનની ચોરી કરવામાં આવે તેવી ઘટનાઓ અનેક વખત સામે આવી ચૂકી છે જોકે ફરી પાછી કોઈ કારના કાચ તોડ ગેંગ સક્રિય થઈ હોય તેવો ઘાટ શનિવારે રાત્રે મોરબીમાં જોવા મળ્યો છે મોરબીના સનાળા રોડ, કન્યા છાત્રાલય રોડ, મુનનગર ચોક સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર રાત્રિના સમયે લોકોએ પોતાના ઘરની બહારના ભાગમાં પાર્ક કરેલા વાહનોના કાચ તોડવામાં આવ્યા છે.

હાલમાં અતુલભાઈ જાની અને મેહુલભાઈ ગાંધી સહિતના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે એક બે નહીં પરંતુ અંદાજે 15 જેટલી કારના કાચ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રીના સમયગાળા દરમિયાન તોડવામાં આવ્યા છે જોકે કયા કારણોસર કારના કાચને તોડવામાં આવ્યા છે અને આ વાહનોમાંથી કોઈ માલ સામાનની ચોરી કરવામાં આવી છે કે કેમ તે બાબતે હજુ કોઈ વિગતો સામે આવી નથી.

પરંતુ એકી સાથે એક જ રાતમાં અંદાજે 15 જેટલી કારના કાચ તોડવામાં આવ્યા છે જેથી કરીને આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવા માટેની તજવીજ હાથ ધરી છે






Latest News