વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત
Breaking news
Morbi Today

મોરબીમાં એક જ રાતમાં અનેક કારના કાચ તોડી નાખનાર ત્રિપુટી સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં એક જ રાતમાં અનેક કારના કાચ તોડી નાખનાર ત્રિપુટી સામે ગુનો નોંધાયો

મોરબીમાં શનિવારની રાતે કાચ તોડ ગેંગ સક્રિય થઈ હોય તે પ્રકારનો ઘાટ જોવા મળ્યો છે અને મોરબીના પોસ વિસ્તાર કહી શકાય તેવા સનાળા રોડ, છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાં એક બે નહીં પરંતુ અંદાજે 15 જેટલી કારના કાચ રાત્રી દરમિયાન બાઈક લઈને નીકળેલા અજાણ્યા 3 શખ્સ દ્વારા તોડી નાખવામાં આવ્યા છે જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા 3 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં શનિવારે રાત્રે સનાળા રોડ, કન્યા છાત્રાલય રોડ, મુનનગર ચોક સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર રાત્રિના સમયે લોકોએ પોતાના ઘરની બહારના ભાગમાં પાર્ક કરેલા વાહનોના કાચ તોડવામાં આવ્યા છે. જે બનાવ વિશે અતુલભાઈ જાની અને મેહુલભાઈ ગાંધી સહિતના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે એક બે નહીં પરંતુ અંદાજે 15 જેટલી કારના કાચ રાતના સમયે બાઈક ઉપર નીકળેલા અજાણ્યા 3 શખ્સ દ્વારા તોડવામાં આવ્યા છે જોકે કયા કારણોસર કારના કાચને તોડવામાં આવ્યા છે અને આ વાહનોમાંથી કોઈ માલ સામાનની ચોરી કરવામાં આવી છે કે કેમ તે બાબતે હજુ કોઈ વિગતો સામે આવી નથી. પરંતુ એકી સાથે એક જ રાતમાં અંદાજે 15 જેટલી કારના કાચ તોડવામાં આવ્યા છે જેથી કરીને આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવા માટેની તજવીજ હાથ ધરી હતી અને હાલમાં આ બનાવ સંદર્ભે મોરબીમાં આવેલ રબારી કોલોની સામે સદગુરુ મિલની નજીક રહેતા કાનાભાઈ પાલાભાઈ ડાંગર (36)એ અજાણ્યા ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના વસંત પ્લોટ વિસ્તારમાં માનસ આર્કેડ કોમ્પલેક્ષ નજીક તેઓએ પોતાની કેરી ગાડી નંબર જીજે 3 બી ઝેડ 4949 તથા સાહેદની કાર નંબર જીજે 36 બી 0049 ના કાચમાં ધોકા મારીને મેઈન કાચને તોડી નાખેલ છે અને અંદાજે 14000 રૂપિયાનું નુકસાન કરેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News