મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે હોળી નિમિત્તે કરુણા ફાઉન્ડેશન દ્વારા માનવતાપૂર્ણ સેવા કાર્ય


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે હોળી નિમિત્તે કરુણા ફાઉન્ડેશન દ્વારા માનવતાપૂર્ણ સેવા કાર્ય

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સી.ડી.એમ.ઓ. ડો. પ્રદીપભાઈ કે. દુઘરેજીયાની ઉપસ્થિતિમાં તેમજ નરેન્દ્રમોદી વિચાર મંચના મોરબી જિલ્લા પ્રમુખ ચાંદનીબેન મણીયારના માર્ગદર્શન હેઠળ કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવિંગ વિથ એચ.આઈ.વી./ એઈડ્સ સંસ્થા દ્વારા હોળી ઉત્સવ નિમિત્તે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. મોરબી સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર ખાતે પી.એલ.એચ.આઈ.વી. ગંગાસ્વરૂપ બહેનો, સગર્ભા બહેનો તેમજ બાળકોને ઘાણી, ખજૂર, ફરસાણ, મીઠાઈ, કલર અને પીચકારીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન એ.આર.ટી. વિષયક માર્ગદર્શન અને તબીબી સહાય અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. કરુણા ફાઉન્ડેશન દ્વારા હવે મોરબી જિલ્લામાં દર મહિને રાશન કિટ આપવાનો આયોજન હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના દાતા સિરામિક પરિવાર તથા સ્થાનિક દાતાઓના સહકારથી આ સેવા કાર્ય સફળ બન્યું હતું. જેથી સંસ્થાએ દાતાઓને વિનંતી કરી છે કે મોરબી જિલ્લામાં એચ.આઈ.વી. પીડિત પરિવારોને સહાય માટે દર મહિને રાશન કિટ સપોર્ટ આપવા આગળ આવે તે જરૂરી છે  આ કાર્યક્રમમાં સભ્યો તરીકે રાજેશભાઈ લાલવાણી, રાજેશભાઈ જાની, જયદીપભાઈ નિમાવત, આશાબેન વિશોડીયા, ભાવનાબેન ચાવડા, હીનાબેન બારોટ અને ઉષાબેન બોડા હાજર રહ્યા હતા.






Latest News