મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીકથી દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ, 5 લાખનો મુદમાલા કબ્જે: આરોપીઓની શોધખોળ


SHARE







મોરબી નજીકથી દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ, 5 લાખનો મુદમાલા કબ્જે: આરોપીઓની શોધખોળ

મોરબી તાલુકના રંગપર ગામની સીમમાં કાચા રસ્તેથી પોલીસ પેટ્રોલિંગમા હતી ત્યારે ત્યાં પડેલી બોલેરો પીકઅપ ગાડી ચેક કરી હતી જેમાંથી એક હજાર લીટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી દારૂ અને વાહન મળીને 5 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને બોલેરો ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 3 એઝેડ 8667 માં દારૂ ભરીને મોરબીથી જેતપર તરફ જવાના છે તેવી બાતમી મળી હતી જેથી કરીને વોચ રાખવામા આવી હતી અને તેવામાં મોરબીના રંગપર ગામ નજીક કાચા રસ્તે બોલરો ગાડી મળી આવી હતી જેથી કરીને પોલીસે ગાડીને ચેક કરી હતી ત્યારે બોલેરોમાંથી દેશી દારૂ એક હજાર લીટર જેની કીમત બે લાખ રૂપિયા અને બોલેરો પીકઅપ ગાડીની કિંમત ત્રણ લાખ રૂપિયા આમ કુલ મળીને 5 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને બોલેરોના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.




Latest News