મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી કૃષી વિજ્ઞાન કેન્દ્ર ખાતે સર્ટીફીકેટ કોર્સ ઓન પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ પુર્ણ થતા સર્ટી એનાયત કરાયા


SHARE







મોરબી કૃષી વિજ્ઞાન કેન્દ્ર ખાતે સર્ટીફીકેટ કોર્સ ઓન પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ પુર્ણ થતા સર્ટી એનાયત કરાયા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે મોરબી જિલ્લાના દવાના વિક્રેતાઓ એટલે કે ઇનપુટ ડીલરના સર્ટીફીકેટ કોર્સ ઓન પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ પૂર્ણ થતા જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.ગાજીપરા, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ગોહેલ અને કેવિકે મોરબીના સ્ટાફની હાજરીમાં સર્ટિફિકેટ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

ભારત સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવેલ હતું કે જંતુનાશક દવાના વેચાણ જે લાઇસન્સ ધારક બીએસસી એગ્રીકલ્ચર, બીએસસી અથવા બાયોટેકનોલોજી ગ્રેજ્યુએશન હોય તેઓજ આ જંતુનાશક દવાનું વેચાણ કરી શકશે અને નવા લાયસન્સ તેને ઇસ્યુ કરવામાં આવશે પરંતુ જે જૂના વિક્રેતા હતા તેઓ માટે મૂંઝવણ થયેલ અને તે માટે ઇનપુટ ડીલર એસોસિયશન દ્વારા ભારત સરકારને રજૂઆત કરતા સરકાર તરફથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે કૃષિ યુનિવર્સિટી કેન્દ્ર પર ખાસ કરીને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે બાર દિવસનો એટલે કે બાર અઠવાડિયામાં બાર દિવસનો એક પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ ફોર ઇનપુટ ડીલર એવો કોર્ષ તૈયાર કરવામાં આવ્યો જેમાં દવાઓના સલામતીપૂર્વક વપરાશ, દવા છાંટતી શું કાળજી લેવી, ઉપરાંત દવાના જુદાજુદા પ્રકારો અને અન્ય જંતુનાશક દવાની માહિતીસભર આ કોર્ષ તૈયાર કરવામાં આવેલ, અને કોર્ષ  જુદાજુદા કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા જે તે કેન્દ્ર પર રૂબરૂ જઈ વક્તવ્ય ગોઠવવામાં આવેલ આ કોર્સ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે પૂર્ણ થતા સફળ ઉમેદવારોને સર્ટિફિકેટ વિતરણ માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.






Latest News