મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી : પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં મોટીબરાર પ્રાથમિક શાળાનો ઉજ્વળ દેખાવ


SHARE







મોરબી : પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં મોટીબરાર પ્રાથમિક શાળાનો ઉજ્વળ દેખાવ

માળિયા તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મોટાભાગે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હંમેશા ઉજ્વળ દેખાવ કરતા રહે છે. અગાઉ શાળાના વિદ્યાર્થીઓએ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પરીક્ષા પાસ કરી પ્રવેશ મેળવ્યો છે.તો સાથે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં પરીક્ષા પાસ કરી મેરીટમાં સ્થાન મેળવી ચુક્યા છે. તેવી જ રીતે આ વર્ષે યોજાયેલ પ્રાઈમરી સ્કોલરશીપ પરીક્ષામાં શાળામાંથી સાત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે.જેમાંથી ડાંગર ભક્તિ દિપકભાઈ અને ડાંગર દિપ સંજયભાઈએ સ્કોલરશિપ માટેના મેરીટમાં પણ સ્થાન મેળવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે માળિયા માંથી આ વર્ષે બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે અને આ બંને વિદ્યાર્થીઓ મોટીબરાર શાળાના જ છે. આ તકે શાળાના આચાર્ય અને શિક્ષકમિત્રોએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News