મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં ઓફિસમાં ઘૂસીને પત્રકાર તરીકેની ઓળખ આપીને બદનામ કરવાની-ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી !: એક લાખની માંગણી કરી હોવાની ત્રણ સામે ફરિયાદ


SHARE







મોરબીમાં ઓફિસમાં ઘૂસીને પત્રકાર તરીકેની ઓળખ આપીને બદનામ કરવાની-ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી !: એક લાખની માંગણી કરી હોવાની ત્રણ સામે ફરિયાદ

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓફિસની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરીને પત્રકારની ઓળખ આપીને આધાર કાર્ડની કીટ બંધ કરાવી દેવાની, બદનામ કરવાની અને ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને યુવાન પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને તેને લાફા ઝીકવામાં આવ્યા હતા જેથી હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અરુણોદયનગર બ્લોક નંબર 112 માં રહેતા વિશાલભાઈ મહેશભાઈ પાંચાણી (30)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ સેજપાલ, ગૌતમ મકવાણા અને કાસમ સુમરા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ હરિકૃપા કોમ્પ્લેક્સમાં તેઓની ઓફિસ આવેલી છે અને ત્યાં આધાર કાર્ડની કીટ બંધ કરાવી દેવાની અવારનવાર ધમકી આપવામાં આવતી હતી અને તેની પાસેથી વિશાલ સેજપાલના કહેવાથી કાસમ સુમરા દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને ત્યારબાદ વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણાએ ફરિયાદીની ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી હતી અને તેઓની ઓફિસમાં રહેલ સરકારી લેપટોપના વિડીયો ઉતારી ફરિયાદી તથા સાહેને ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી અને ફરિયાદી તથા સાહેપાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આટલું નહીં પરંતુ ફરિયાદીને બે લાફા મારીને ઈજા પણ કરી હતી અને તેના પેન્ટના કિસ્સામાં હાથ નાખીને 5,000 ની લૂંટની કોશિશ કરી હતી તથા ફરિયાદી અને સાહેને બદનામ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News