મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરદારનગર પાસે વાહનની રાહ જોઈને ઉભેલા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત


SHARE













માળીયા (મી)ના સરદારનગર પાસે વાહનની રાહ જોઈને ઉભેલા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત

માળીયા મીયાણા તાલુકાના જામનગર હાઇવે રોડ ઉપર આવેલ સરદાર નગર ગામના પાટીયા પાસે આધેડ મહિલા તથા તેના દીકરો બંને વાહનની રાહ જોઈને ઉભા હતા ત્યારે ટ્રકના ચાલકે તે મહિલાના દીકરાને હડફેટે લેતા યુવાનને ઢીંચણ, માથા, હથેળી અને શરીરે નાના મોટી ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં ઈજા પામેલા યુવાનના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

માળીયા મીયાણા તાલુકાના બોડકી ગામે રહેતા રોશનબેન સલેમાનભાઈ કેડા (55)એ હાલમાં ટ્રક નંબર જીજે 12 એઝેડ 9661 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા જામનગર હાઇવે રોડ પર આવેલ સરદારનગર ગામ પાસે હનુમાનજીના મંદિરની સામેના ભાગમાં હાઇવે રોડના વળાંક પાસે તેઓ તથા તેનો દીકરો એઝાદ બંને રોડ સાઈડમાં વાહનની રાહ જોઈને ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે ફરિયાદીના દીકરાને હડફેટે લેતા તે ફંગોળાઈ ગયો હતો અને ફરિયાદીના દીકરાને જમણા પગના ઢીચણ, માથા, ડાબા હાથની હથેળી અને શરીરે નાના મોટી ઈજાઓથી થઈ હતી જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે

મહિલા સારવારમાં

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા પ્રત્યાસાબેન પ્રશાંતસિં28 નામના મહિલાએ કોઈ લિક્વિડ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

આધેડને ઇજા

મોરબીના આમરણ ગામે આવેલ શાંતિવન સ્કૂલ પાસે રહેતા મોહનભાઈ ચમનભાઈ પરમાર (50) નામના આધારે વીસીપરા વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પગે તથા શરીરે ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News