મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદની હરી દર્શન ચોકડી પાસે ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતા ગંભીર અકસ્માત: ડમ્પરની કેબિનમાં ફસાયેલ ડ્રાઇવર-ક્લીનરને બહાર કાઢવા જેસીબી અને હિટાચીની મદદ લેવાઇ


SHARE











હળવદની હરી દર્શન ચોકડી પાસે ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતા ગંભીર અકસ્માત: ડમ્પરની કેબિનમાં ફસાયેલ ડ્રાઇવર-ક્લીનરને બહાર કાઢવા જેસીબી અને હિટાચીની મદદ લેવાઇ

માળીયા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ હળવદની હરીદર્શન ચોકડી પાસેથી ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં તેને પોતાનું ડમ્પર અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ડમ્પરની અંદર બેઠેલ તેના ડ્રાઇવર સહિત કુલ બે વ્યક્તિઓ ગંભીર રીતે ફસાઈ ગયા હતા અને લગભગ અઢી કલાકની જહેમત બાદ તેને કેબિનમાંથી બહાર કાઢીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવના કારણે માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર હળવદ પાસે અંદાજે બંને બાજુએ બે કિલોમીટરનો ટ્રાફિકજામ થઈ ગયો હતો. 

હળવદમાં આવેલ હરીદર્શન ચોકડી પાસે ગઇકાલે સાંજના 6:30 વાગ્યાના અરસામાં અકસ્માતનો એક બનાવ બન્યો હતો જેમાં માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર મૂકવામાં આવેલા સ્પીડબેકર પાસેથી આગળના ભાગે ટ્રક ટ્રેલર પસાર થઈ રહ્યો હતો અને તેની પાછળ કોલસો ભરેલું ડમ્પર આવી રહ્યું હતું આ ડમ્પરના ચાલકે તેનું વાહન ટ્રક ટેલરની પાછળના ભાગમાં અથડાવતા ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ડમ્પરનો ચાલક સહિત બે વ્યક્તિઓ ડમ્પરની કેબીનમાં ફસાઈ ગયા હતા જેથી તેને બહાર કાઢવા માટે જેસીબી તથા હીટાચીની મદદ લેવામાં આવી હતી અને ડમ્પરની કેબીનમાં ફસાયેલા ડ્રાઇવર અને ક્લીનરને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે અકસ્માતના આ બનાવના કારણે રોડની બંને બાજુએ લગભગ બે કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને તેને ક્લિયર કરાવવા માટે થઈને હળવદ પોલીસ દ્વારા અકસ્માત થયેલ વાહનોને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી હતી.






Latest News