મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ

વર્તમાન સમયમાં 10, 20, 50 વિગેરે નાના દરની ચલણી નોટની શૉર્ટેજ છે ત્યારે ઘણા લોકો તેનો લાભ લઈને લોકોની સાથે ઠગાઇ કરતાં હોય છે આવો જ બનાવ મોરબીમાં સામે આવ્યો હતો જેમાં જુદા જુદા મોબાઈલ નંબર ઉપરથી લોકોને ફોન કરીને રૂપિયા 10 અને 20 ની ચલણી નોટના બંડલ આપવાનું એક શખ્સે કહ્યું હતું અને તેઓની પાસેથી આંગડિયા પેઢી મારફતે અઢી લાખ રૂપિયા મંગાવવામાં આવ્યા હતા જો કે, નાના દરની ચલણી નોટ તેઓને આપવામાં આવી ન હતી જેથી ઠગાઈનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે.

ભેજાબાજ શખ્સો યેનકેન પ્રકારે લોકોને શીશામાં ઉતારતા હોય છે અને ઠગાઇ કે છેતરપિંડી કરતતા હોય છે તે હક્કિત છે તેવામાં મોરબીમાં એક શખ્સે ખોટું નામ ધારણ કરીને જુદાજુદા લોકોને અલગ અલગ મોબાઈલ ફોન ઉપરથી ફોન કરીને રૂપિયા 10 અને 20 ના ચલણી નોટના બંડલ આપવાનું કહ્યું હતું અને તેઓની પાસેથી રોકડા રૂપિયા આંગડિયા પેઢી મારફતે મંગાવવામાં આવ્યા હતા આમ કુલ મળીને અઢી લાખ રૂપિયા આર.આર.આંગડિયા પેઢી મારફતે ફોન કરનારા શખ્સને આપવામાં આવ્યા હતા જો કે, જે લોકોએ નાના દરની ચલણી નોટ મેળવવા માટે થઈને રૂપિયા આપેલ હતા તેઓને આ ભેજાબાજ શખ્સે રૂપિયા 10 અને 20 ના ચલણી નોટના બંડલ આપેલ ન હતા જેથી કરીને હાલમાં મોરબીમાં આવેલ જ્યોતિ પાર્ક સોસાયટીમાં રામવંદના એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનભાઇ રતિલાલ દેત્રોજા (42)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પંકજભાઈ કેશવજીભાઈ ફેફર રહે. લખધીરનગર નવાગામ વાળા સામે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે આરોપી પંકજભાઈ કેશવજીભાઈ ફેફરની ધરપકડ કરેલ છે જેથી કરીને મોરબીના ડીવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, હાલમાં પકડાયેલ આરોપી પંકજભાઈ ફેફરના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ શખ્સ દ્વારા કેટલા લોકોની સાથે ઠગાઇ કરવામાં આવેલ છે અને બીજા ગુનામાં હાલનો આરોપી પકડાયેલ છે કે કેમ તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News