મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા


SHARE







વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા


મોરબી જીલ્લામાં જેટકો કંપનીની ૨૨૦ kv વીજલાઈન ની કામગીરી ચાલુ છે. તેવામાં વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે જેટકો કંપની કામગીરી કરવા માટે પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતોના ખેતરમાં અધિકારીઓ સહિતની ટીમ પહોચી હતી. જેથી ખેડૂતોએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન મહેશ રાજકોટીયાને જાણ કરી હતી જેથી તેઓ ત્યાં સ્થળ ઉપર આવ્યા હતા અને જેટકો કંપનીના અધિકારીઓને તતડાવ્યા હતા. અને કામગીરી બંધ કરાવી હતી.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન મહેશ રાજકોટીયા એ જણાવ્યું હતું કે, "મારા જીલ્લા માં કોઈ ખેડૂતના ખેતર માં પોલીસ પ્રોટેક્શન સહન નહીં થાય. ખેડૂત ના ખેતર માં પોલીસ પ્રોટેક્શન લઈ ને શું કામ આવ્યા છો?? કલેક્ટરને શુદ્ધ ગુજરાતીમાં કહેવામાં આવેલ છે કે મારા જીલ્લા માં પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં ન આવે છત્તા શું કામ તમને આપવામાં આવ્યું છે ?" આવો સવાલ કરીને તતડાવી નાખ્યા હતા. અંતે મહેશ રાજકોટીયાએ સંપૂર્ણ કામગીરી બંધ કરાવી હતી અને હવે પોલીસ પ્રોટેક્શન લઈને ખેતરમાં પ્રવેશ નહીં કરવાની ચેતવણી આપવામાં આવી હતી. 






Latest News