મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા


SHARE







ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા

ટંકારાના હમિરપર ગામના પાટિયા પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો જે બનાવમાં 4 લોકોને ઈજા થઈ હતું.જેથી તેને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત થયા હતો તે સ્થળ ઉપરથી દારૂની ભરેલ બોટલ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે અનેના બનાવની ટંકારા પોલીસ જાણ કરવામાં આવી છે.

ટંકારા તાલુકાના હમીરપર ગામ નજીક પંચ કાર નંબર જીજે 10 ડીઆર 0611 મીતાણા થી નેકનામ તરફ જઈ રહી હતી તો નેકનામથી મિતાણા તરફ આવી રહેલી વેગનર કાર જીજે 10 ડીઇ 2735 આવી રહી હતી જે બંને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જે બનાવમાં બંને કારમાં નુકશાની થયેલ છે. અને અકસ્માતના આ બનાવમાં બંને કારમાં મળીને કુલ ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે 108 મારફતે પ્રથમ પડધરી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે જે જગ્યાએ અકસ્માત થયો હતો તે સ્થળ ઉપરથી દારૂ ભરેલી બોટલ મળી આવી હતી જેથી અનેક સવાલો ઊભા થયા છે જોકે કઈ કારમાંથી દારૂની ભરેલી બોટલ મળી હતી તે બાબતે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News