મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

ટંકારામાં ડૉ.આંબેડકર સાહેબનાં માતૃશ્રી ભીમાબાઈની જન્મ જયંતિએ આદિવાસી મહા સંમેલન યોજાયું


SHARE











ટંકારામાં ડૉ.આંબેડકર સાહેબનાં માતૃશ્રી ભીમાબાઈની જન્મ જયંતિએ આદિવાસી મહા સંમેલન યોજાયું

ટંકારામાં ડૉ.આંબેડકર સાહેબનાં માતૃશ્રી ભીમાબાઈની જન્મ જયંતિએ આદિવાસી મહા સંમેલન યોજાયું હતું જેમાં મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયનાં લોકો ઉમટી પડ્યાં હતા અને આ સંમેલનમાં ખેત મજૂરોને પૂરતી રોજગારી અને અછત રાહતનાં સરકારી ફંડમાં વ્યાજબી ભાગીદારી મળવાં બાબતે માંગણીઓ ઉઠી હતી તેમજ ખેત મજૂરોને ત્રીજાં ભાગે યોગ્ય મહેનતાણું નહીં મળે તો નછૂટકે ખેતીનું કામ કાયમ માટે છોડીને કારખાનાં ફેક્ટરીમાં જવાની ચીમકી ઉચ્ચારી છે આટલું જ નહીં આગમી તા.26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન બે દિવસીય સાંસ્કૃતિક "ભગોરિયા મેળા" નું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં હજારોની સંખ્યામાં ખેત મજૂરો ટંકારામાં ઉમટી પડશે.

આ સંમેલનમાં આદિવાસી યુવાઓએ દેશી ઢોલનાં તાલે પારંપરિક નૃત્યો કરીને કાર્યક્રમને વધું રંગારંગ બનાવી દીધો હતો. અને ત્યાર બાદ હજારો ક્રાંતિકારીઓનાં જય ભીમ જય જોહાર નાં નારાઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. ઉલેખનીય છે કે, ગુજરાતભરનાં આદિવાસી સમુદાયનાં હક્ક અધિકારો માટે ચોવિસ કલાક જાગૃત અને આ મહાસંમેલનનાં મુખ્ય કન્વીનર એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે આદિવાસી સંમેલનને ઐતિહાસિક બનાવવાં અનેક તાલુકા જીલ્લાઓનાં પ્રવાસ ખેડ્યાં હતાં. અને કાયમ ખેતમજૂરોનાં પડખે ઉભાં રહીને એમનાં પ્રશ્નોને વાચા આપવાં કટીબદ્ધ બન્યાં છે જે થકી ખુબ બહોળી સંખ્યામાં આદિવાસી કાર્યકર્તાઓએ સંમેલનમાં હાજર રહ્યા હતા. અને

આ સંમેલનમાં આગામી તા.26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન બે દિવસીય સાંસ્કૃતિક "ભગોરિયા મેળા" નું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં પચાસ હજારથી વધુંની સંખ્યામાં આદિવાસી ખેતમજૂરો ટંકારા મુકામે ઉમટી પડવાની સંભાવના છે. આ સંમેલનનાં માધ્યમથી મુળનિવાસી સમાજને નવી રાહ ચિંધવાં એડ. મનસુખભાઈ ચૌહાણ, બહુજન અગ્રણી નાગજીભાઈ ચૌહાણ, એડવોકેટ સમ્રાટ અશોકભાઈ, એડ. તૃષ્ણા પાટેકર, એડ. જોશનાબેન ચૌહાણ તેમજ એમપી થી લલિતભાઈ પરમાર, કૈલેશભાઈ મોહનીયા ધાનપુર, બાબુભાઈ પલાશ ધાનપુર, કનુભાઈ પસાયા ધાનપુર, પરવતભાઈ બામણીયા ધાનપુર, જાલમભાઈ મોહનીયા ધાનપુર, મહેશભાઈ કટારા ધાનપુર, કનેશભાઈ ભૂરિયા દાહોદ, પરવતભાઈ સંગોળ ધાનપુર, નરસિંગભાઈ સંગોળ, ધાનપુર, ઈશ્વરભાઈ ડામોર અલીરાજપુર, દિનેશભાઈ વસુનીયા ધાનપુર વગેરે ગુજરાતભરમાંથી અનેક ક્રાંતિકારી આદિવાસી યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.






Latest News