બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં ઘેરથી બાઈક લઈને નીકળી ગયેલા યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE











હળવદમાં ઘેરથી બાઈક લઈને નીકળી ગયેલા યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત

હળવદમાં આવેલ શ્રીજીનગર સોસાયટીમાં રહેતો યુવાન કોઈ કારણોસર પોતે પોતાના ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો અને ત્યારબાદ માનસર ગામ પાસે નર્મદાની કેનાલના સાઇફન પાસે પોતાનો મોબાઈલ તથા બાઇક મૂકીને કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના લીધે તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

મૂળ રણજીતગઢ ગામના રહેવાસી અને હાલમાં હળવદમાં સાંદિપની સ્કૂલની પાછળના ભાગમાં આવેલ શ્રીજી નગર સોસાયટીમાં રહેતા મનસુખભાઈ સોનાગ્રાનો 18 વર્ષનો દીકરો સુજલ ગત તા. 14/2 ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી પોતાનું બાઈક લઈને નીકળી ગયો હતો અને ત્યારબાદ હળવદના માનસર પાસે નર્મદાની કેનાલના સાઇફન નજીક તેણે પોતાનું બાઈક અને મોબાઈલ મૂકી દીધો હતો અને ત્યારબાદ નર્મદાના કેનાલના પાણીમાં તેને ઝંપલાવ્યું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમે નર્મદાની કેનાલમાંથી યુવાનના મૃતદેને ગઈકાલે મોડી રાત્રે સવા આઠેક વાગ્યાના અરસામાં પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા મનસુખભાઈ નાનજીભાઈ સોનાગ્રા (42) રહે. શ્રીજી સોસાયટી હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબીના લાલપર ગામે રહેતા નિલેશભાઈ જયંતીભાઈ નામના વ્યક્તિ જોધપર નદી ગામ પાસેથી લાલપર જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા ગુલાબગીરી દયાલગીરી ગોસ્વામી (55) નામના આધેડ આંદરણા ગામ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News