મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ ટ્રાફિક શાખાની લાલ આંખ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા 20 ડમ્પરો એક જ દિવસમાં ડિટેન રામ રાખે તેને કોણ ચાખે: મોરબીથી અંબાજીના દર્શને જતાં સંઘમાં સાથે જોડાયેલ કિન્નર સિમરન મસીએ વૃદ્ધને આપ્યું જીવતદાન વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેન મકનસર રેલ્વે સ્ટેશને બંધ થઈ જતાં મુસાફરો રજડી પડ્યા મોરબીમાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 15 વાહન પોલીસે કર્યા ડીટેઇન માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતે બે મહિલા સાહિત 4 લોકો ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો: 2 મહિલા સહિત 9 સામે ફરિયાદ મોરબીમાં ડોર ટુ ડોર કચરા કનેક્શનના કામમાં બાળ મજૂરી, એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી


SHARE







































મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી

મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી જેથી યુવતીને નવ જીવન મળ્યું છે.

હાલમાં પ્રાપ્ત વિગતો મુજબ, 20 વર્ષની યુવતીને એસિડ પીવાના કારણે પેટના માર્ગમાં ગંભીર સંકોચન (Pyloric Stenosis) થઈ ગયું હતું, જેના કારણે તે લાંબા સમયથી મોઢેથી ખોરાક લઈ શકતી ન હતી. દર્દીની હાલત ગંભીર બનતા તા 4/12/2025ના રોજ દર્દીને આધુનિક દુરબીન પદ્ધતિ દ્વારા Feeding Jejunostomy કરીને પોષણ આપવામાં આવ્યું હતું. અને બે મહિનાની યોગ્ય સારવાર અને સંભાળ બાદ તા 9/2/2026ના રોજ GMERS જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે દર્દીનું સફળતાપૂર્વક આધુનિક દુરબીન પદ્ધતિ દ્વારા Gastrojejunostomy ઓપરેશન કરવામાં આવ્યું હતું. Gastrojejunostomy એ એવી સર્જરી છે જેમાં હજરી અને નાના આંતરડા વચ્ચે નવો માર્ગ બનાવવામાં આવે છે, જેથી બંધ થયેલો ભાગ બાયપાસ થઈ જાય અને ખોરાક સરળતાથી પસાર થઈ શકે.

આ જટિલ સર્જરી ડો. વિમલ દેત્રોજા, ડો. ચિરાગ પનારા અને ડો. મિલન વિરશોડીયા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. જ્યારે એનેસ્થેસિયા વિભાગ તરફથી ડો. કરણ સોરિયા તથા ડો. ઉષ્મા શાહ દ્વારા દર્દીને સુરક્ષિત રીતે એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું. આ સમગ્ર ઓપરેશન આધુનિક લેપરોસ્કોપિક પદ્ધતિથી કરવામાં આવતા દર્દીને ઓછો દુખાવો, નાના ઘા અને ઝડપથી સાજા થવાનો લાભ મળ્યો. ઓપરેશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે અને હાલ દર્દી સ્વસ્થ છે તથા મોઢા દ્વારા ખોરાક લઈ શકે છે. આ સફળ સારવારથી યુવતીને નવી જિંદગી મળી છે અને GMERS જનરલ હોસ્પિટલ, મોરબીમાં ઉપલબ્ધ આધુનિક લેપરોસ્કોપિક સર્જરી સુવિધા તથા તબીબી ટીમની નિષ્ઠા અને કુશળતાની પ્રશંસા થઈ રહી છે.
















Latest News