મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ધૂળકોટ નજીકથી જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો


SHARE











મોરબીના ધૂળકોટ નજીકથી જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકાના ધૂળકોટ સીમમાં ખાનપર તરફ જવાના રસ્તા ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે બાવળની કાંઠમાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી બનાવટની એક જામગરી બંદૂક સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1500 રૂપિયાનું હથિયાર કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ધૂળકોટ ગામની સીમમાં ખાનપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ખરાબાની જગ્યામાં મેલડી માતાજીના મંદિરની પાસે બાવળની કાંટમાં રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી બનાવટની એક જામગીરી બંદૂક સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 1500 રૂપિયાની કિંમતના હથિયાર સાથે આરોપી ગફારભાઈ સુલેમાનભાઈ મોરી (53) રહે. ટાટા નગર બજરંગ હોટલની પાસે ધુળકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે

બે બોટલ દારૂ

ટંકારા અમરાપર રોડ ઉપર આવેલ ગેસ એજન્સી પાસેથી રસ્તા ઉપરથી બાઈક નંબર જીજે 20 બીડી 2690 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હોય પોલીસે 2200 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 20 હજાર રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 22,200 ની કિંમતના મુદ્દામાલ સાથે વિપુલભાઈ સોમાભાઈ ડામોર (29) રહે, હરબટીયાળી ગામ કાંતિભાઈ પટેલની વાડીએ ઓરડીમાં ટંકારા મૂળ રહે દાહોદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News