મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગરમાં ઘરે વીજ મોટર શરૂ કરવા ગયેલ મહિલાનું શોર્ટ લાગતા મોત


SHARE











ટંકારાના ધ્રુવનગરમાં ઘરે વીજ મોટર શરૂ કરવા ગયેલ મહિલાનું શોર્ટ લાગતા મોત

ટંકારા તાલુકાના ધ્રુવ નગર ગામે રહેતી મહિલા પોતાના ઘરે પાણીની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા માટે ગઈ હતી ત્યારે તેને વીજશોક લાગતા સારવાર માટે તાત્કાલીક મોરબી લઈને આવ્યા હતા જોકે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ધ્રુવ નગર ગામે રહેતા શામજીભાઈ કરસનભાઈ વાઘેલાના પત્ની ગીતાબેન (૩૨) પોતાના ઘરે હતા ત્યારે તેઓ પાણીની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા માટે ગયા હતા અને ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતા સમયે તેઓને વીજશોક લાગતા તેઓને તાત્કાલીક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા જેથી કરીને અકસ્માતના આ બનાવની નોંધ કરી ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના લગ્નગાળો ૧૩ વર્ષનો છે અને તેને સંતાનમાં ત્રણ દીકરીઓ છે હાલમાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે






Latest News