મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી


SHARE













મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી

મોરબીના સુભાષ રોડ ઉપર રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ ટીખળખોર દ્વારા કચરાના ઢગલામાં આગ લગાવી દેવામાં આવી હતી જે ગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં આવેલ દુકાન સુધી આગ પ્રસરી ગઈ હતી જેથી દુકાનમાં આગ લાગે તે પહેલા તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી.

મોરબી શહેર તથા જિલ્લામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે જોકે, રાત્રિ દરમિયાન મહાપાલિકા દ્વારા મૂકવામાં આવેલ કચરા પેટીઓ તથા જુદીજુદી જગ્યા ઉપર કરવામાં આવતા કચરાના ઢગલામાં ટીખળખોર દ્વારા આગ લગાવવામાં આવતી હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં ગતરાત્રિના સમયગાળા દરમિયાન મોરબીમાં આવેલ સુભાષ રોડ પાસે સીપીઆઈ કચેરીની પાછળના ભાગમાં જે કચરાનો ઢગલો થાય છે ત્યાં કોઈ ટીખળખોર દ્વારા આગ લગાવવામાં આવી હતી અને જોત જોતામાં આગ બાજુમાં આવેલ દુકાન સુધી પ્રસરી ગઈ હતી અને દુકાનનું બોર્ડ આગની જપેટમાં આવી ગયું હતું જેથી તાત્કાલિક સ્થળ ઉપર હાજર રહેલા લોકોમાંથી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો કરીને કાબુમાં લેવામાં આવી હતી આ બનાવમાં દુકાનનું બોર્ડ તથા દુકાન પાસે માલસામાન રાખવા માટે મૂકવામાં આવેલ ઘોડામાં નુકસાની થયેલ છે જોકે, રાત્રિના સમયગાળા દરમિયાન બનાવ બનેલ હોવાના કારણે દુકાન બંધ હોવાથી અને આસપાસમાં ટ્રાફિક ન હોવાના કારણે અન્ય કોઈ દુર્ઘટના સર્જાયેલ નથી.






Latest News