મોરબી :સુતેલ યુવાનને સાપ કરડી જતા મોત મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત ​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી
Breaking news
Morbi Today

મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતા સાથે શિક્ષણ, આરોગ્ય સાથે સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીના ઘૂટુ ગામની સરકારી હાઈસ્કૂલમાં દ્રિતીય માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થિનીઓને માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ આરોગ્ય જાગૃતિના ભાગરૂપે સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં સ્વચ્છતા તથા આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવી તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક શ્રીમતી વનિતાબેન, સમગ્ર શાળા સ્ટાફ તથા યુવા શક્તિ ફાઉન્ડેશનની મહિલા સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.




Latest News