મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત દિવાળી સુધારી: મોરબી જિલ્લામાં 43 પોલીસ કોન્સટેબલને બઢતી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વાહન ચેકિંગ સમયે કાર ચાલકે પોલીસ કર્મચારીને ઇજા પહોચડતા 3 સામે ગુનો નોંધાયો: બેની ધરપકડ


SHARE









વાંકાનેરમાં વાહન ચેકિંગ સમયે કાર ચાલકે પોલીસ કર્મચારીને ઇજા પહોચડતા 3 સામે ગુનો નોંધાયો: બેની ધરપકડ

વાંકાનેરમાં વાહન ચેકિંગ ચાલુ હતું ત્યારે સ્વીફ્ટ ગાડી લઈને નીકળેલા શખ્સો દ્વારા પુરઝડપે વાહન ચલાવવામાં આવ્યું હતું અને પોલીસને હડફેટે લીધી હતી જેથી પોલીસ કર્મચારીને ઇજા પણ થઈ હતી જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પીએસઆઈ એ.પી.મેવાડા દ્વારા સુનીલ ઝવેરભાઈ ઉનેચા, નયન ગોપાલભાઈ ઝખવાડિયા અને મયંક લાલભાઈ વાલાણી રહે. ત્રણેય સુરેન્દ્રનગર વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તેની સરકારી ફરજના ભાગરૂપે જીનપરા જકાતનાકા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ સ્વીફ્ટ ગાડી નંબર જીજે 13 એનએન 6919 લઈને ત્યાંથી નીકળ્યા હતા અને ત્યાં કામ કરતાં પોલીસ કર્મચારીને હડફેટે લઈને ઇજા કરી હતી. જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આરોપી સુનીલ ઝવેરભાઈ ઉનેચા અને નયન ગોપાલભાઈ ઝખવાડિયાને ઝડપી લીધેલ છે જો કે, આરોપી મયંક લાલભાઈ વાલાણીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News