હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં અદાણી, અંબાણી અને સરકાર વિરુદ્ધ ડાયરો કરવા ગુજરાતનાં કલાકારોને ચેલેન્જ: બમણો ચાર્જ આપવાની ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના આગેવાન તૈયાર


SHARE











મોરબીમાં અદાણી, અંબાણી અને સરકાર વિરુદ્ધ ડાયરો કરવા ગુજરાતનાં કલાકારોને ચેલેન્જ: બમણો ચાર્જ આપવાની ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના આગેવાન તૈયાર

ટંકારાના કલ્યાણપર પાસે ગુજરાત કિશન સંઘર્ષ સમિતિની થોડા દિવસો પહેલા સભા યોજાઇ હતી જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ દ્વારા અદાણી અને અંબાણીને લઈને જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે અને ગુજરાત ભરના કલાકારો દ્વારા સંસ્કારની વાતો કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લાના ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના આગેવાને ગુજરાતનાં કલાકારોને ગૌમાંસ નીકાસ, ખેડૂતોની જમીનો સાથે ચેડા કરતી અદાણી અંબાણી જેવી ખાનગી કંપનીઓ વિરુદ્ધ અને સરકાર વિરુદ્ધ ડાયરો કરવા ચેલેન્જ આપી છે અને જે તે કલાકારની રેગ્યુલર ફી કરતાં બમણી ફી આપવાનો હૂકાર કર્યો છે.

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને તેના બદલામાં ખેડૂતોને શું વળતર આપવામાં આવશે તેની કોઈ  સ્પષ્ટતા કરવામાં આવતી નથી જેને લઈને ખેડૂતોમાં આક્રોશ છે તેવામાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ટંકારાના કલ્યાણપર ગામે ગત તા.2/2 ના રોજ ખેડૂતોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના પાલભાઈ આંબલીયા, જયેશભાઈ પટેલ અને મહેશભાઈ રાજકોટિયા તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ સહિત હાજર રહયા હતા અને ખેડૂતોની સભાને સંબોધી હતી. ત્યારે સરકાર ઉપર સીધા નિશાન ટાંકયા હતા.

ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ સરકાર ઉપર ચાબખા માર્યા હતા અને શિક્ષણની સ્થિતિને ધ્યાને રાખીને કહ્યું હતું કે, ગુજરાતના કલાકારો ગાણા ગાઇ છે " અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી..." જે ગુજરાતને લૂંટે છે તેને ગુજરાતી કહીને ગુજરાતીઓનું નાક કાપવો નહીં. જો અદાણી અને અંબાણી ગુજરાતી હોય તો સ્કૂલથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ મફત કરવું જોઈએ. આવી ટકોર કરી હતી જેને લઈને રાજકીય ગરમાવો આવી ગયો હતો અને ભાજપના મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ઘણા કલાકારોએ સંસ્કારની વાતો કરી હતી અને અમુક કલાકારે રૂપિયા આપે તેના ગીત ગાઈ તેવું કહ્યું હતું જેથી આવા કલાકારોને હવે મોરબીમાં ડાયરો કરવા માટે ચેલેન્જ આપવામાં આવેલ છે.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના મહેશભાઈ રાજકોટિયાએ ચેલેન્જ આપતા એક વિડીયો સોશયલ મીડિયામાં મૂક્યો છે જેમાં તેઓએ જણાવ્યુ છેકે, ગુજરાતમાં ઈતિહાસમાં પહેલી વખત ટંકારામાં ખેડૂતોની વિશાળ ટ્રેકટર રેલી નીકળી અતિ જેનો રેલી ગાંધીનગર વાયા દિલ્હી સુધી પહોચ્યો હતો જેથી કરીને રાજ્યના મંત્રીએ કલાકારોને કામે લગાડ્યા હતા અને ભાજપની સ્ક્રીપ્ટ કલાકારો બોલતા હતા જેમાં અમુક કલાકારે કહ્યું હતું કે, “અમને રૂપિયા આપે એના ગીત ગાઈએ” જેથી આવા કાલકારોને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ડાયરો કરવા માટેની ચેલેન્જ આપેલ છે જેમાં કલાકારે ગૌમાંસ નીકાસ, ખેડૂતોની જમીનો સાથે ચેડા કરતી અદાણી અને અંબાણી જેવી ખાનગી કંપનીઓ વિરુદ્ધ અને સરકાર વિરુદ્ધ લાખો ખેડૂતોની હાજરીમાં ગીત ગાવા છે અને જો આ ચેલેન્જ સ્વીકારીને કોઈ કલાકાર ડાયરો કરવા માટે આવે તો તેની રેગ્યુલર ફી કરતાં ડબલ ચાર્જ આપવાની તૈયારી મહેશભાઇ રાજકોટિયાએ દર્શાવી છે.

અંતમાં મહેશ રાજકોટિયાએ જણાવ્યુ હતું કે, ખેડૂતો માટે લડત આપતાં મોતને ભેટવું પણ તો પણ મંજુર છે પંરતુ તાનાશાહી સહન કરવામાં આવશે નહીં અને સરકારના ઈસારે બોલતા કલાકારો ખેડૂતોના હિતને ધ્યાને રાખીને તેના માટે પણ બોલવાની હિંમત કરે તે જરૂરી છે કેમ કે, ખેડૂતો માટે ધરતી તેની માં સમાન છે અને તેના ઉપર હાલમાં ખાનગી કંપનીઓ દ્વારા મહાકાય વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહયો છે જેથી કરીને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતોની વહારે આવેલ છે.






Latest News