મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 4 રેડ: 19 બોટલ વિદેશી, 25 લિટર દેશી દારૂ અને 300 લિટર આથો કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષાના જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થતાં યુવાનની શાન ઠેકાણે લાવતી પોલીસ


SHARE











મોરબીમાં રિક્ષાના જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થતાં યુવાનની શાન ઠેકાણે લાવતી પોલીસ

સોશિયલ મીડિયાના યુગમાં વિડીયો ઉપર લાઈક અને વ્યુ મેળવવા માટે ઘણી વખત જોખમી સ્ટંટ કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબીમાં થોડા દિવસો પહેલા સર્કિટ હાઉસ પાસે ડાન્સ કરતી રિક્ષા અને તેમજ એલ.ઇ. ગ્રાઉન્ડમાં ડ્રાઈવર વગર ફરતી રિક્ષાનો વિડીયો બનાવવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક રીક્ષા ચાલકને પકડીને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી

સામાન્ય રીતે બાઈક અને સાયકલ ઉપર સ્ટંટ કરતા હોય તેવા વિડિયો અગાઉ અનેક વખત સામે આવ્યા છે અને ખાસ કરીને મોરબીમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર રાત્રિના સમયગાળા દરમિયાન બાઈકના સ્ટંટ કરતા હોય તેવા ઘણા વિડીયો બનેલ છે જે પોલીસને ધ્યાને આવે એટ્લે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેમ છતાં પણ જોખમી સ્ટંટ કરનારાઓ ઉપર બ્રેક લાગતી નથી તે હકીકત છે. તાજેતરમાં મોરબીના સોશિયલ મીડિયામાં જુદા જુદા રીક્ષા સ્ટંટના વિડીયો વાયરલ થયા હતા

જેમાં મોરબીમાં સર્કિટ હાઉસ પાસે આવેલા સર્વિસ રોડ ઉપરથી રીક્ષા ડાન્સ કરતા આગળ જતી હોય તે પ્રકારનું એક સ્ટંટનો વિડીયો હતો અને મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડમાં રિક્ષામાં ડ્રાઈવર ન હોય તો પણ રિક્ષા ફરતી હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો હતો આ બંને વિડિયો પોલીસને ધ્યાન ઉપર આવતા રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 3563 ના ચાલક કિશનભાઇ પોપટભાઈ કુંઢીયા (21) રહે. વેજીટેબલ રોડ ભીમસર મફતીયા પરા મોરબી વાળાને પકડીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News