મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ૬ બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ


SHARE







મોરબીના વાવડી રોડે ૬ બોટલ દારૂ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની છ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3342 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ દારૂની બોટલો જેની પાસેથી મળી હતી તેનું નામ પણ સામે આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની છ બોટલ મળી આવી હતી જેથી 3342 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આરોપી બસીરભાઇ ઉર્ફે ટીકડી યુસુફભાઈ શાહમદાર (24) રહે. મહેન્દ્રપરા શેરી નં. 12 મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલો તેણે દશરથસિંહ વનરાજસિંહ ઝાલા રહે. માધાપર મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે

રાજપર ચોકડી પાસેથી દારૂ સાથે કાર ચાલક પકડાયો

મોરબીના સનાળા ગામ પાસે રાજપર ચોકડી નજીકથી પસાર થઈ રહેલ કાર નંબર જીજે 3 જેસી 5148 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા કારમાં જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી 300 રૂપિયાની કિંમતનો દારૂ અને દોઢ લાખ રૂપિયાની ગાડી આમ કુલ મળીને 1,50,300 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી લાલજીભાઈ હનુભાઈ વાઘેલા (29) રહે. આસ્થા સોસાયટી મેટોડા રાજકોટ વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News