મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ, ૯ શાળાઓમાં પરીક્ષાનું આયોજન


SHARE







મોરબીમાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ, ૯ શાળાઓમાં પરીક્ષાનું આયોજન

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧ તથા ૨ તથા નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની પરીક્ષા તા.૨૬ ડિસેમ્બર-૨૧ ના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં તા.૨૬-૧૨ ને રવિવારના રોજ પરીક્ષા સમય ૧૦ થી ૬ સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી, કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

  ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ – ૧ તથા ૨ તથા નગરપાલિકાના મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોરબી શ્રી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, કન્યા છાત્રાલય કેમ્પસ, નવયુગ વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ, રાજનગર પંચાસર રોડ, ધી વી.સી.ટેક હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મળ વિદ્યાલય, શિવપાર્ક સોસાયટી, રવાપર કેનાલ રોડ, કિષ્‍ના સ્‍કૂલ, રવાપર ઘુનડા રોડ, સાર્થક વિદ્યાલય, એલ.ઈ.કોલેજ રોડ, કેશર બાગ સામે, ઉમા વિદ્યા સંકલ, ઉમા ટાઉનશીપ, ધરમપુર રોડ, સર્કિટ હાઉસ પાસે, સેન્‍ટ મેરી સ્‍કુલ, નવલખી રોડ, મોરબી સહિતના સ્થાનો પર લેવામાં આવશે જ્યાં ઉપરોક્ત જાહેરનામાનું પાલન કરવાનું રહેશે.






Latest News