મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત


SHARE







મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામના દશામાના ગેટ પાસેથી પગપાળા ચાલીને જતાં યુવાનનું અજાણ્યા વાહને અડફેટે લીધો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનનું મૃત્યુ નિપજયું છે હાલમાં મૃતક યુવાનના કૌટુંબીક ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે બિહારનો઼ શિવાંગ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડિયા ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા રાજુપ્રસાદ નારાયણપ્રસાદ કુશ્વાહ (૩૭) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓનો કૌટુંબીક ભાઈ અશોકપ્રશાદ ક્રિષ્ણપ્રશાદ કુશવાહ (૨૩) જાંબુડીયા ગામમાં દશામાના ગેટ પાસેથી નેશનલ હાઈવે રોડ ઉપર પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લેતા ઇજા થઇ હતી જેથી કરીને ઈજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News