મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટરના હસ્તે તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરાયું


SHARE







મોરબી કલેક્ટરના હસ્તે તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરાયું
 
‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વેગ આપવા અને સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાના ઉદ્દેશ્ય સાથે સરકાર પહેલ કરવામાં આવી  છે. જેના ભાગરૂપે માર્ચ-૨૦૨૫ માં લેવાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પોતાની શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને સરકારી શાળાની તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન દીકરીઓ ઉચ્ચ શિક્ષણ તરફ વધુ ઉત્સાહ સાથે આગળ વધે તેવા હેતુથી કલેક્ટરના હસ્તે પ્રતીકાત્મક રૂપે પાંચ દીકરીઓને એજ્યુકેશન કીટ અર્પણ કરવામાં આવી હતી.
 
આ અવસરે ઉપસ્થિત દીકરીઓને પ્રોત્સાહિત કરતા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ દીકરીઓના સશક્તિકરણનું સૌથી મોટું શસ્ત્ર છે. દીકરીઓ માત્ર ભણે એટલું જ નહીં, પરંતુ શિક્ષણ પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પોતાનું યોગદાન આપે તે અત્યંત અનિવાર્ય છે.” તેમણે તમામ દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી અને જિલ્લા રોજગાર અધિકારી મનિશાબેન સાવનિયા તથા વિદ્યાર્થીનીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News