મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ ટ્રાફિક શાખાની લાલ આંખ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા 20 ડમ્પરો એક જ દિવસમાં ડિટેન રામ રાખે તેને કોણ ચાખે: મોરબીથી અંબાજીના દર્શને જતાં સંઘમાં સાથે જોડાયેલ કિન્નર સિમરન મસીએ વૃદ્ધને આપ્યું જીવતદાન વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેન મકનસર રેલ્વે સ્ટેશને બંધ થઈ જતાં મુસાફરો રજડી પડ્યા મોરબીમાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 15 વાહન પોલીસે કર્યા ડીટેઇન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી


SHARE







































મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ડીડીઓ ના બાંધકામ મંજુરી અંગેના પરિપત્રને રદ કરવા માટેનો ઠરાવ કરવામાં આવેલ હતો તેની નકલ આમ આદમી પાર્ટીના જિલ્લાના મહામંત્રી દ્વારા ડીડીઓ પાસેથી માંગવામાં આવેલ છે.

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના મહામંત્રી પંકજ આદ્રોજાએ ડીડીઓને લેખિતમાં રજૂઆત કરીને મોરબીના ડીડીઓ દ્રારા બાંધકામ મંજુરી ગ્રામ પંચાયતમાં આપતા પહેલા તાલુકા વિકાસ અધિકારીનો તાંત્રીક અભીપ્રાય મેળવીને જ ગ્રામ પંચાયતે બાંધકામ મંજુરી આપવી તેવો પત્ર-પરિપત્ર રદ અંગે જીલ્લા પંચાયતની તા-૨/૧/૨૦૨૬ સામાન્ય સભામાં થયેલ ઠરાવની નકલ તથા ડીડીઓએ ટીડીઓ તથા ગ્રામ પંચાયતોને જાણ અંગે લખેલ પત્રની નકલો માંગવામાં આવી છે તથા જો ડીડીઓએ ટીડીઓ તથા ગ્રામ પંચાયતોને જાણ ન કરેલ હોય તો ક્યાં કારણથી જાણ નથી કરી તેની માહીતી પણ માંગવામાં આવેલ છે.
















Latest News