મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીની વાસ્મો કચેરીના યુનિટ મેનેજરનું ‘બેસ્ટ યુનિટ મેનેજર’ તરીકે રાજ્યકક્ષાએ કરાયું સન્માન


SHARE













મોરબીની વાસ્મો કચેરીના યુનિટ મેનેજરનું બેસ્ટ યુનિટ મેનેજરતરીકે રાજ્યકક્ષાએ કરાયું સન્માન

જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ જળ જીવન મિશનની કામગીરીની સમીક્ષા માટે DWSC ની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી એન.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ જળ જીવન મિશનની કામગીરીની સમીક્ષા માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ-DWSC ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાજેતરમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યવ્યાપી ઉજવણીના અવસરે પાણી પુરવઠા વડી કચેરી, ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મોરબી વાસ્મો કચેરીની ઉત્કૃષ્ટ કામગીરીની કદર રૂપે યુનિટ મેનેજરને રાજ્યકક્ષાના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે જે ગૌરવવંત સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાસ્મો ટીમને વિશેષ બહુમાન આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોરબી વાસ્મો કચેરીના યુનિટ મેનેજરને તેમની પ્રસંશનિય સેવાઓ બદલ બેસ્ટ યુનિટ મેનેજરતરીકેનું પ્રમાણપત્ર અને ૭,૦૦૦ નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી તંત્ર વતી વાસ્મો ટીમનું વિશેષ સન્માન કરી રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાની શ્રેષ્ઠ કામગીરીનું પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વાસ્મોના યુનિટ મેનેજર તથા જિલ્લા પાણી પુરવઠા અધિકારી એમ.એસ.દામાએ સફળતાનો શ્રેય જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતની ટીમને આપેલ હતો.






Latest News