ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી સીટી માલમતદાર કચેરીમાં રેશન કાર્ડની કામગીરી શરૂ કરવાની માંગ


SHARE











મોરબી સીટી માલમતદાર કચેરીમાં રેશન કાર્ડની કામગીરી શરૂ કરવાની માંગ

મોરબી સીટી માલમતદાર કચેરીમાં નાયબ મામલતદાર પુરવઠા તથા બે ઓપરેટરોની નિમણુંક થઇ ગઇ છે. છતાં રેશનકાર્ડની કામગીરી મોરબીના લલબાગમાં આવેલ સેવા સદનમાં ચાલે છે જેથી કરીને મોરબીના આડત્રીસ સસ્તા અનાજ ડીપોના કામકાજ સીટી મામલતદારમાં આવે તો લોકોને સામાકાંઠાના ધકકા થાય છે તો રેનકાર્ડની કામગીરી તાત્કાલીક મોરબી સીટી મામલતદાર કચેરીમાં શરૂ કરવામાં આવે તેના માટે કલેકટર તથા ઉચ્ચ અધિકારીને મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતારજુઆત કરેલ છે

મોરબી સીટી મામલતદારની કચેરીમાં જાણવા પ્રમાણે ઘણાં સમયથી નાયબ મામલતદાર પુરવઠા તેમજ બે ઓપરેટરોનું મહેકમ મંજુર થયેલ છે અને મોરબીમાં ૩૮ સસ્તા અનાજના ડીપો આવેલ છે તેની રેશનકાર્ડની કામગીરી ત્યાં કરવાની હોય છે જો કે, તે કામ આજની તારીખે પણ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ તાલુકા સેવાસદનમાં થાય છે જેથી કરીને રેશનકાર્ડના કામા માટે ત્યાં જવું પડે છે જેથી કરીને લોકોનો સમય અને રૂપિયા બગડે છે જેથી તાત્કાલીક મોરબી સીટીમાં અલગ કામ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતા દ્વારા માંગ કરવામાં આવી છે






Latest News