મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પકડાયેલ પ્રાંત અધિકારીની કચેરીના કલાર્ક અને વચેટીયો ૨૫ મી સિધી રીમાંડ ઉપર


SHARE







મોરબીમાં ૭૫ હજારની લાંચ લેતા પકડાયેલ પ્રાંત અધિકારીની કચેરીના કલાર્ક અને વચેટીયો ૨૫ મી સિધી રીમાંડ ઉપર


મોરબીના લાલબાગમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરીમાં ફજવતા કલાર્કે રૂા.૭૫ હજારની લાંચ માંગી હતી જેથી કરીને અરજદારે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટ્રેપમાં કલાર્ક વતી લાંચ લેતા વચેટિયાને એસીબીની ટીમે રંગે હાથ પકડાયો હતો ત્યાર બાદ બંનેની ધરપકડ કરીને એસીબીની ટીમે બંનેને રીમાંડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને તા.૨૫ સુધી રીમાંડ ઉપર લેવા હુકમ કર્યો છે.

મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે જગજાહેર છે ત્યારે અમદાવાદ એસીબીની ટીમે મળેલ ફરીયાદના આધારે મોરબીના પ્રાંત અધિકારીની કચેરીના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિર્મલ જીલુભાઇ ખુંગલાને લાંચ કેસમાં ઝડપી લીધેલ છે અને આ કલાર્કે ફડસર ગામે રસ્તો ખુલ્લો કરાવવા માટે જેતે અરજદારની પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં ૭૫ હજારનું નક્કી થયું હતું જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય અમદાવાદ એસીબીમાં ફરીયાદ કરી હતી જેથી ટીંબડી ગામના પાટિયા પાસેની અશ્વમેઘ હોટલની સામે પ્રમુખ પ્લાઝા દુકાન નંબર ૧,,૩ ની પાસે કમ્પાઉન્ડમાં નિર્મલ જીલુભાઇ ખુંગલા અને ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયા આવ્યા હતા ત્યારે કલાર્ક વતી તેના વચેટિયા ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયાએ લાંચની રકમ સ્વીકારી હતી જેથી કરીને એસીબીએ રંગે હાથ ઝડપીને બંનેને મોરબી કોર્ટમાં રીમાંડની માંગ સાથે રજૂ કર્યા હતા જેમા સરકાર તરફેથી સંજયભાઇ અને આક્ષેપીતોમા એડવોકેટ આશિષભાઇ વાળાની દલીલોના અંતે કોર્ટે બંનેના આગામી તા.૨૫-૧૨ ના સાંજના છ વાગ્યા સુધીના એટલે કે ચાર દિવસના રીમાંડ મંજુર કર્યા છે.

 






Latest News