મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના ખેડૂત સાથે કરાયેલ હનીટ્રેપના ગુનામાં પકડાયેલ વધુ બે આરોપી જેલ હવાલે


SHARE







મોરબીના રવાપર ગામના ખેડૂત સાથે કરાયેલ હનીટ્રેપના ગુનામાં પકડાયેલ વધુ બે આરોપી જેલ હવાલે

મોરબીમાં ખેડૂતને હનીટ્રેપનો શિકાર બનાવીને તેને બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ તેની પાસેથી સોનાના ચાર બિસ્કીટરોકડા 1 લાખ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન આમ કુલ મળીને 53.50 લાખનો મુદામાલ પડાવી લેવામાં આવ્યો હતો જેથી ખેડૂત્તે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે વધુ બે આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લીધા હતા અને રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના રવાપર ગામે રહેતા આધેડ ખેડૂતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા એક મહિલા સાહિત કુલ મળીને આઠ શખ્સોની સામે હનીટ્રેપની ફરિયાદ કરી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, ખેતી કામની જરૂર છે તેવું કહીને ખુશી નામની મહિલાએ ફોન કર્યો હતો ત્યાર બાદ તે મોરબીમાં આવેલ ઉમિયા સર્કલ પાસે આવી હતી અને ત્યાર બાદ ફરિયાદી તેને વાડીએ લઈ ગયા હતા. ત્યારે વાડીએ પહોંચીને તે મહિલાએ પોતાના કપડાં કાઢીને ફરિયાદીને બથ ભરી લીધી હતી. તેવામાં બીજા આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તેમજ મહિલાના ફોટા અને વીડીયા બનાવી લીધા હતા. જેને વાયરલ કરવાની અને બળાત્કાર તેમજ છેડતીના કેસમાં ફિટ કરી દેવાની ફરિયાદીને ધમકી આપી હતી.

ત્યાર બાદ ફરિયાદી પાસેથી 4 સોનાના બિસ્કીટ, અઢી તોલાનો સોનાનો ચેન1 લાખ રોકડા રૂપિયા આમ કુલ મળીને 53,50,000 નો મુદામાલ પડાવી લેવામાં આવેલ હતો અને વધુ રૂપિયા પડાવવા માટે ફરિયાદીનું અપહરણ કરીને ગોંધી રાખીને ધમકીઓ આપી હતી. જે ગુનામાં પહેલા પોલીસે મહિલા સહિત કુલ આઠ આરોપીને ક્રમશઃ પકડ્યા હતા અને તે આરોપીઓ જેલમાં છે તેવામાં એએસઆઇ એ.વી. દાફડા અને તેના સ્ટાફ દ્વારા આરોપી મનીષ ઉર્ફે બલ્લી જગાભાઈ ગરીયા (21) રહે. રતનપર તાલુકો ગઢડા અને લાલભાઈ ઉર્ફે ટકો માધાભાઇ બાવળીયા (30) રહે. પ્લોટ વિસ્તાર બોટાદ વાળાની ધરપકડ કરેલ છે અને તે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News