મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

કચ્છને હરાવીને મોરબી જિલ્લા પંચાયતનો સેમિફાઇનલમાં પ્રવેશ


SHARE







કચ્છને હરાવીને મોરબી જિલ્લા પંચાયતનો સેમિફાઇનલમાં પ્રવેશ

જામનગર ખાતે રમાઈ રહેલી ૩૩ મી સ્વ.બળવંતરાય મહેતા આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ (સિઝન બોલ) ટુર્નામેન્ટમાં જામનગર ખાતે પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ઉપર મોરબી ટીમે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી.કચ્છ ટીમે ૨૦ ઓવરમાં ૧૪૧ રન કર્યા હતા.જેના જવાબમાં મોરબી ટીમે ૧૫ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી ૧૪૨ રન કરીને શાનદાર જીત મેળવી હતી.

વિરેન્દ્રસિંહ વાઘેલાએ જબરજસ્ત સ્પેલ નાખી હેટ્રિક સાથે ૪ ઓવરમાં ૧૭ આપી ૪ વિકેટ મેળવી હતી, તેમજ મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવ્યો હતો.જયદીપસિંહ ગોહિલનું શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન યથાવત રાખી ૪૪(૨૮) ટોપ સ્કોરર રહ્યા હતા. નીતિન પટેલ ૩૩ (૨૧) હરદેવસિંહ જાડેજા ૨૭ ( ૨૪ ) રન કર્યા હતા.કેપ્ટન લલિત ગોહેલ ૪ ઓવર ૨૧ રન ૧ વિકેટ અને ધાર્મિક કોટક ૪ ઓવરમાં ૨૦ રન આપી ૨ વિકેટ ઝડપી કરકસરયુક્ત સ્પેલ નાખી કચ્છના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા.મોરબી જિલ્લા પંચાયત ટીમ ક્રિકેટ સાતત્યપૂર્ણ  પ્રદર્શન થકી ત્રીજી વખત સેમી ફાઇનલમાં મેળવ્યો છે.તેમ ટીમ મેનેજર દિનેશભાઈ હુંબલ, કોચ તુષારભાઈ બોપલિયા અને ટીમ મેન્ટર રવિભાઈ હુંબલએ યાદીમાં જણાવેલ છે.  #morbi #cricet




Latest News