હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે આખો દિવસ રખડતા યુવાનને પિતાએ ઠપકો આપતા અણધાર્યું પગલું ભર્યું


SHARE











હળવદના સાપકડા ગામે આખો દિવસ રખડતા યુવાનને પિતાએ ઠપકો આપતા અણધાર્યું પગલું ભર્યું

હળવદના સાપકડા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારનો યુવાન દીકરો આખો દિવસ રખડતો હતો જેથી તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો જે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં રણજીતસિંહ જાદવની વાડીએ રહીને મજૂરી કામ કરતા જુવાનસિંહ ચતુરભાઈ બારીયા (53)ના 18 વર્ષના દીકરા રાજેશભાઈ જુવાનસિંહ બારીયાએ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક યુવાનના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન આખો દિવસ રખડતો હતો જેથી કરીને તે યુવાનને તેના પિતાઠપકો આપ્યો હતો અને તે બાબતે યુવાનને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નિપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News