મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના કોરોનાગ્રસ્ત દર્દીને અથાગ મહેનતે સાજા કરીને તે દર્દીના હસ્તે જ કાર્યક્રમનું ઉદઘાટન કરતા ચેન્નાઇની એમ.જી.એમ.હોસ્પિટલના તબીબો


SHARE







મોરબીના કોરોનાગ્રસ્ત દર્દીને અથાગ મહેનતે સાજા કરીને તે દર્દીના હસ્તે જ કાર્યક્રમનું ઉદઘાટન કરતા ચેન્નાઇની એમ.જી.એમ.હોસ્પિટલના તબીબો

મોરબીના યુવા ઉધોગપતિ દિપકભાઇ કેશવજીભાઈ બાવરવા કે જેઓને કોરોનાની બીજી લહેર સમયે સંક્રમિત થયા હતા.તેઓએ શરૂઆતમાં રાજકોટની શેલ્સ હોસ્પિટલ ખાતે ડો.નરેશ બરાસરા અને તેમની ટીમ પાસે કોરોનાની સારવાર લીધેલી પરંતુ સારવાર કારગત ન નીવળતા, તેઓને વધુ સારવાર માટે એર એમ્બયુલન્સ દ્રારા ચેન્નાઇની એમ.જી.એમ.હોસ્પિટલે લઇ જવાયા હતા.ત્યાં ડો.સુરેશ રાવ અને તેમની ટીમ દ્વારા ચાર મહીના સુધી સઘન સારવાર કરવામાં આવી હતી.

જેમાં બે વખત ઈકમો જેવી જટીલ સારવાર કરીને દર્દી દિપકભાઇ બાવરવાને નવ જીવન આપવામાં આવ્યુ હતુ. ફેફસાંના પ્રત્યારોપણની આવશ્યકતા ન પડેલ તેવી શ્રેષ્ઠ સારવાર દિપકભાઇને મળેલ તે બદલ ડોકટરોની ટીમનો તેઓએ આભાર માન્યો હતો.એમ.જી.એમ.ચેન્નાઇ ખાતે ઇકમો સારવાર માટેની કોન્ફરન્સનું આયોજન હતુ અને તે કાર્યક્રમનું ઉદ્દઘાટન કોઇ રાજકીય નેતા કે સેલેબ્રીટીના હસ્તે કરવાના બદલે, ડોકટરોની ટીમે એમના અથાગ પ્રયાસોથી સાજા થયેલ મોરબીના દર્દી દિપકભાઇ બાવરવાના હસ્તે કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કર્યુ હતુ જે તબીબોની ઉદાત ભાવના દર્શાવે છે તે ધન્યવાદને પાત્ર છે.દિપકભાઇ સાજા થઇ જતા તેમના કુટુંબીજનો માટે પણ આ એક આનંદની ઘડી હતી.






Latest News