મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં છતર જીઆઇડીસીના ગોડાઉનમાંથી 988 પેટી દારૂ સાથે ત્રણ પકડાયા, 1.17 કરોડનો મુદ્દામાલ કબજે


SHARE







મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસે જીઆઇડીસીમાં નામ વગરના ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ટ્રક કન્ટેનર, બોલેરો પીકઅપ ગાડી તેમજ 5940 બોટલ દારૂ અને 27,600 દારૂના પ્લાસ્ટિકના ચપલા મળી આવતા દારૂ તથા વાહનો મળીને પોલીસે 1.17 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરીને હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને કુલ આઠ શખ્સોની સામે ગુનો નોંધી બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે..

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે સ્ટાફને મળેલી બાતમીના આધારે ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છત્તર ગામ પાસે જીઆઇડીસીમાં જલારામ પ્લાસ્ટિક નામના ગોડાઉનની બાજુમાં નામ વગરનું ગોડાઉન આવેલું છે તે ગોડાઉન મોરબીમાં રહેતા પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયાએ ભાડે રાખેલું છે અને આ ગોડાઉનની અંદર દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ગોડાઉનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ટ્રક કન્ટેનર નંબર આરજે 1 જીબી 5019 તથા બોલેરો ગાડી નંબર જીજે 36 વી 3401 મળી આવી હતી તેમજ દારૂની 5940 બોટલો જેની કિંમત 77.22 લાખ તથા પ્લાસ્ટિકના 27,600 ચપલા જેની કિંમત 27.60 લાખ થાય છે આમ દારૂ તથા વાહનો મળીને પોલીસે 1,17,22,800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને ગોડાઉનમાંથી કમલેશ બાપુલાલ વડેરા રહે. જોલાવટ રાજસ્થાન, જીતમલ કાલીયા કટારા રહે. રતનપુર રાજસ્થાન અને નાનીલાલ વાલીયા સીંગાડા રહે. જાંબુડી રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કહેરારામ હરખારામ રહે. રાજસ્થાન, પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા રહે. મોરબી, માણસુરભાઈ દેવદાનભાઈ ડાંગર રહે. મોરબી, બોલેરોનો ચાલક રાજુરામ રહે. રાજસ્થાન તથા ટ્રક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરીને મોકલાવનાર શખ્સ આમ કુલ મળીને આઠ શખ્સો સામે ગુનો નોંધાયો છે ને બાકીના પાંચ આરોપીઓને પકડવા માટે હાલમાં તજવીજ ચાલી રહી છે આ કામગીરી વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઇ કે.એમ. છાસીયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News