મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાયેલ શાકોત્સવનો ૧૫૦૦ હરિભક્તોએ લાભ લીધો


SHARE







મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાયેલ શાકોત્સવનો ૧૫૦૦ હરિભક્તોએ લાભ લીધો

શહેરના સુવિખ્યાત અને શૈક્ષણિક, સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃતિઓમાં કાયમી અગ્રેસર એવા મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન ગત રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. અને કાર્યક્ર્મ માટે ડો.ભાલોડીયા, બેચરભાઈ, વિનુભાઈ ભોરણીયા, અરુણભાઈ અને બિપીનભાઈ જેવા દાતાઓ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ શાકોત્સવમાં ૨૦૦ કિલો રીંગણાનું શાક, ૧૪૦ કિલો બાજરાના રોટલા, ૮૦ કિલો ખીચડી-કઢી ભંડારી ગોવિન્દ સ્વરૂપદાસજી સ્વામી અને નીલકંઠસ્વામીજીના હસ્તે બનાવવામાં આવેલ જેનો ૧૫૦૦ ઉપરાંત ભક્તોએ લાભ લીધેલ હતો રાજકોટ ગુરુકુલ ખાતે યોજાનાર અમૃત મહોત્સવના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં જ્ઞાનજીવનદાસજી સ્વામી, શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી, નિર્ગુણજીવનદાસજી સ્વામી ઇત્યાદિ સંતોએ ભગવાનની કથાવાર્તાનો પણ લાભ આપેલ હતો






Latest News