મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

દંપતી ખંડિત: વાંકાનેરના સરતાનપર રોડે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા નીચે પડેલ મહિલા ઉપરથી તોતિંગ વ્હીલ ફરી જતાં મોત


SHARE







દંપતી ખંડિત: વાંકાનેરના સરતાનપર રોડે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા નીચે પડેલ મહિલા ઉપરથી તોતિંગ વ્હીલ ફરી જતાં મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો આ બનાવમાં યુવાન અને તેના પત્નીને ઇજાઓ થઈ હતી અને મહિલાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને ઈજા પામેલ યુવાને હાલમાં ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

મૂળ ધાંગધ્રા તાલુકાના સોલડી ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતનપર ગામની સીમમાં આવેલ બાફીટ સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા હિંમતભાઈ ઉકાભાઇ રાઠોડ (48)એ ટ્રક ટ્રેલર નંબર આરજે 1 જીડી 3745 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે13 બીસી 3612 લઈને તેના પત્ની નિર્મળાબેન રાઠોડને બાઈકમાં સાથે બેસાડીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ટ્રેલરના ચાલકે તેઓના ડબલ સવારી બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલ ફરિયાદી તથા તેના પત્ની બંને રસ્તા ઉપર નીચે પટકાયા હતા જે બનાવમાં ફરિયાદીના પત્ની નિર્મળાબેન ટ્રક ટ્રેલરના ટાયર નીચે આવી ગયા હતા જેથી તેને ગંભીર ઇજા થતાં 108 મારફતે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. અને ફરિયાદીને ઇજા થયેલ હોવાથી તેને સારવાર લીધા બાદ આ બનાવ સંદર્ભે હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે ઉલેખનીય છેકે, યુવાન અને તેના પત્ની બને ગેસનો બાટલો ભરાવવા માટે મકનસર ગામે આવ્યા હતા અને ત્યાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ગંભીર ઇજા થવાથી મહિલાનું મોત નિપજતા દંપતી ખંડિત થયું છે.

પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકી સાથે પકડાયો

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીક રોડ ઉપરથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બે પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકી મળી આવી હતી જેથી પોલીસે ₹200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી પરવેશભાઈ અબ્દુલભાઈ વકાલીયા (38) રહે. કોઠારીયા તાલુકો વાંકાનેર વાળાને પકડીને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કલેકટરના જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News