મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ ઓસેમ (GSEB)નો વાર્ષિક રમતોત્સવ યોજાયો


SHARE







મોરબીમાં આવેલ ઓસેમ (GSEB)નો વાર્ષિક રમતોત્સવ યોજાયો

મોરબીમાં આવેલ ઓસેમ (GSEB) શાળા ખાતે જઝ્બા 2.0ઓસેમ Olympic” વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો જેમાં શાળાના 800 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ તકે ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, નારુભા જેઠવા,  સિદ્ધાર્થભાઈ તથા સૂર્યરાજસિંહ હાજર રહ્યા હતા સાથે સાથે શ્રીમતી ધર્મિષ્ઠાબેન કડિવર (એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, ડીઇઑ મોરબી), પીઆઇ મયંક પંડ્યા, પૂર્વ આર્મી ઓફિસર સહદેવ ઝાલા સહિત હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓ દ્વારા ઓલિમ્પિક થીમ આધારિત માર્ચ પાસ્ટ કરી હતી અને તેની સાથે ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમે છેલ્લા દિવસોમાં મેળવેલ સફળતાઓને ધ્યાને રાખીને સમગ્ર ટીમને બિરદાવી હતી. આ કાર્યક્રમનું યોજના બદ્ધ આયોજન અને માર્ગદર્શન પ્રિન્સિપાલ શ્રીમતી સના કાઝી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને શિક્ષકો, રમત કોચ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓની સંયુક્ત ટીમ વર્કથી સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું હતું. વધુમાં સના કાઝીએ જણાવ્યું હતું કે ઓસેમ માં શિક્ષણ અને રમત સંસ્કૃતિ સાથે આગળ વધે છે તથા શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ ઉત્તમ આયોજન અને ઉત્સાહભરી ભાગીદારીને કારણે જઝ્બા 2.0એક સફળ અને સ્મરણિય રમતોત્સવ તરીકે નોંધાયો છે.




Latest News