મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરનું અપહરણ: ગુનો નોંધાયો


SHARE







મોરબીમાંથી સગીરનું અપહરણ: ગુનો નોંધાયો

મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું કોઈ અજાણ્ય શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી સગીરાની માતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં રહેતી મહિલાએ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેની 15 વર્ષની સગીર દીકરીનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી સગીરાની માતા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં આવેલ ધર્મલાભ સોસાયટીમાં રહેતા રસેશભાઈ મોહનભાઈ મોરડીયા (60) નામના વૃદ્ધ બાઈક લઈને બાપાસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણી કારના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે  લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઈક સ્લીપ

હળવદમાં આવેલ સુરભિ પાર્કમાં સ્વસ્તિક માર્બલ ખાતે રહેતો રાજ મિલનભાઈ ઠક્કર (15) નામનો કિશોર હળવદ રોડ ઉપર બાઈકમાં જતો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા કિશોરને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. #morbi






Latest News