હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી


SHARE







મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફિનાઇલ પીવાનો બનાવ બન્યો હતો.જેમાં યુવાનને સારવારમાં ખસેડ્યા બાદ પોલીસ દ્વારા બંને પક્ષોથી સામસામે ફરિયાદો લેવામાં આવી હતી.

જેમાં પ્રીતીબેન હિતેષભાઇ આજોલા કોળી (૨૫) રહે.શિવ સોસાયટી સાયન્ટીફીક રોડ મોરબી મુળ રહે.જોરવરનગર રેલ્વે સ્ટેસન પાછળ મેલડી માતાના મંદીરની બાજુમાં સુરેન્દ્રનગરએ સામાવાળા હકાભાઇ ઉર્ફે હર્ષદભાઇ ચૌહાણ રહે.વજેપર, વિશાલભાઇ ઉર્ફે લાલો બાબુભાઇ થરેશા રહે.વજેપર, ખોડો હકાભાઇ ઉર્ફે હર્ષદભાઇ ચૌહાણ રહે.વજેપર, જીગ્નાબેન હર્ષદભાઇ ચૌહાણ રહે.વજેપર અને નીશાબેન વિશાલભાઇ થરેશા રહે.વજેપર સામે ફરીયાદી નોંધાવતા જણાવ્યુ હતુ કે જુના ઝઘડાનો ખાર રાખીને ગાળો બોલીને ઢીપાટુની મારમારીકરી હતી.

જયારે સામા પક્ષેથી હર્ષદભાઇ વેલજીભાઇ ચૌહાણ કોળી (ઉ.વ.૪૨) રહે.વજેપર શેરી નં.૨૩ મોરબીએ સામાવાળા સુરેશભાઈ લખમણભાઇ થરેસા, રાજ ઉર્ફ જીગો, સુરેશભાઇનો જમાઇ રવી, મનિષાબેન સુરેશભાઇ, પ્રિતી ઉર્ફ પાયલબેન હિતેષભાઇ અને જગદીશ રહે.બધા વજેપર સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે જુની અદાવતનો રોષ રાખીને તેઓની સાથે ઝગડો બોલાચાલી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો.




Latest News