મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ


SHARE











મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

sર્મ કરીને નવી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ-જી (VB-G RAM G) યોજના અમલમાં મૂકવામાં આવેલ છે ત્યારે આ નવી યોજનાથી તેના લાભાર્થીઓને શું ફાયદો થવાનો છે તેની માહિતી આપવા માટે મોરબીમાં રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. 

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જેને સહુ કોઈ માનરેગાના નામથી જાણે છે તેનું રીફોર્મ કરીને કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત અને આધુનિક મોડલ સાથે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ-જી યોજના અમલમાં મૂકી છે. જેની માહિતી આપવા માટે આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ ખાતે રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લાના ડીડીઓ નવલદાન ગઢવી સહિતના હાજર રહ્યા હતા.

ત્યારે મંત્રી ત્રિકમ છાંગાએ પત્રકારોને જણાવ્યુ હતું કે, દેશમાં મનરેગા યોજના વર્ષ 2005માં શરૂ કરવામાં આવેલ છે અને જેની નામ બદલાવીને સરકારે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ જી નામ કર્યું હતું ત્યારે તેના નામને લઈને ખોટી કાગારોળ કરવામાં આવી રહી છે. જો કે, આ યોજનામાં કરવામાં આવેલા ફેરફારોથી તેના લાભાર્થીઓને શું ફાયદો થવાનો છે તેની કોઈ માહિતી આપતા નથી.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, જૂની યોજનામાં લાભાર્થીને 15 દિવસે વેતન મળતું હતું જો કે, હવે તેઓને દર અઠવાડિયે વેતન આપવામાં આવશે અને અગાઉ વર્ષમાં માત્ર 100 દિવસ રોજગારી મળતી હતી જો કે, હવે 125 દિવસ રોજગારી મળશે અને રાજ્ય સરકારીના 60 દિવસ ગણીએ તો કુલ 185 દિવસ સુધી વર્ષમાં રોજગારી મળશે. આટલું જ નહીં અગાઉ જૂની યોજનામાં માત્ર જોબ કાર્ડ જ બનાવવામાં આવતા હતા અને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો જો કે, હવે મોબાઈલ અને જીપીએસ આધારિત મોનિટરિંગથી લાભાર્થીના કામની દેખરેખ રાખવામા આવશે જેથી ભ્રષ્ટાચાર બંધ થશે.

અંતમાં તેઓએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત 2047 ના વિઝન સાથે સરકાર કામ કરી રહી છે ત્યારે છેવાડાના માનવીની પણ ચિંતા કરીને આ યોજનાને રીફોર્મ કરવામાં આવેલ છે તેવા સમયે વિપક્ષ દ્વારા મનરેગાને ખતમ કરવાની ખોટી વાતોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે જો કે, હક્કિત એ છે કે, વીબી-જી રામ-જી યોજાનાથી ગામડાનો વિકાસ થશે અને ખરેખર જરૂર છે તેવા મજૂરોને વધુ કામ મળશે. આ તકે ભાજપના નિર્મલભાઈ જારીયા, અરવિંદભાઇ વાસદડિયા, નીરાજભાઈ ભટ્ટ, જતિનભાઈ ફૂલતરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News