મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના પટમાંથી ઝુંપડા, લારી અને ગલ્લા સહિતના દબાણો હટાવતી મહાપાલિકા


SHARE







મોરબીમાં મચ્છુ નદીના પટમાંથી ઝુંપડા, લારી અને ગલ્લા સહિતના દબાણો હટાવતી મહાપાલિકા

મોરબીમાં મચ્છુ નદીના પટમાં કરવામાં આવેલા કાચા પાકા ઝુંપડાના દબાણો સહિતના દબાણ હતા તેને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને આજે મચ્છુ નદીના પટમાં જેટલા પણ દબાણ હતા તેને દૂર કરવામાં આવ્યા છે.

મોરબીમાં મહાપાલિકાની ટીમ દ્વારા વન વોર્ડ વન વીક અંતર્ગત જુદા જુદા વિસ્તારની અંદર જે કાચા પાકા દબાણ હોય છે તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબીના મચ્છુ નદીના પટમાં જે કાચા પાકા ઝુંપડા સહિતના દબાણો અને કેટલાક રેકડી, ગલ્લા,  લારીઓના દબાણ હતા તેને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ શરૂ કરવામાં આવી હતી અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં મહાપાલિકાના કર્મચારીઓ દ્વારા તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ લાંબા સમયથી અહીંયા લોકો રહેતા હોય માટે નદીનો પટ્ટ ખાલી કરાવવા સમયે માથાકૂટો થતી હોય છે જેથી નદીના પટમાં કોઈપણ પ્રકારના દબાણો ન થાય તે માટે થઈને આ દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.




Latest News