મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પીલુડી ગામે માવતરના ઘરે રહેતી મહિલાએ દીકરીને જન્મ આપતા પતિ સહિત સાસરિયાનો ત્રાસ


SHARE







મોરબીના પીલુડી ગામે માવતરના ઘરે રહેતી મહિલાએ દીકરીને જન્મ આપતા પતિ સહિત સાસરિયાનો ત્રાસ

મોરબીના પીલુડી (વાઘપર) ગામે હાલમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ દીકરીને જન્મ આપ્યો હતો જેથી પતિ સહિતના સાસરિયાઓ દ્વારા તેને મેણાં ટોણાં મારવામાં આવતા હતા તેમજ ઘરકામ બાબતે અને કરિયાવર ઓછી લાવી છો તેવું કહીને તેની સાથે બોલાચાલી કરીને માથાકૂટ કરી શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી ભોગ બનેલ પરિણીતા દ્વારા મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરવામાં આવેલ છે.

મૂળ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ જાસોલીયા સોસાયટીમાં રહેતા અને હાલ મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) ગામે રહેતા પરમેશ્વરીબા અભયરાજસિંહ ચુડાસમા (26)એ હાલમાં તેના પતિ અભયરાજસિંહ અનોપસિંહ ચુડાસમા, સાસુ ભારતીબા અનોપસિંહ ચુડાસમા, સસરા નોપસિંહ મહિપતસિંહ ચુડાસમા અને દિયર હર્ષરાજસિંહ નોપસિંહ ચુડાસમા રહે. બધા જાસોલીયા સોસાયટી નવાગામ ઘેડ જામનગર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, અવારનવાર નાની નાની બાબતોમાં ઘરકામ બાબતે તથા કરિયાવર ઓછો લાવી છો તેવું કહીને તેની સાથે માથાકૂટ કરવામાં આવતી હતી ને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા તેમજ ફરિયાદીએ દીકરીને જન્મ આપતા તે બાબતે મેણાં ટોણાં મારવામાં આવતા હતા જેથી કરીને પરણિતએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News