મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટની એક દિવસીય તાલીમ યોજાઈ


SHARE







મોરબીમાં અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટની એક દિવસીય તાલીમ યોજાઈ

“અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” તરીકેની તાલીમ આપવાની નવી યોજનાના તાલીમ વર્ગો બાગાયત નિયામકની હાજરીમાં ઓનલાઈન માધ્યમથી શરુ થઇ તેના ઉપક્ર્મે નાયબ બાગાયત નિયામકની કચેરી, મોરબી અને કે.વી.કે. મોરબીના સંયુક્ત ઉપક્ર્મે તા.૨૦-૧૨ ના રોજ કે.વી.કે. ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંગેની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કિચન ગાર્ડનિંગ, કેનીંગ અને અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે કિચન ગાર્ડ્ન અને તેનુ મહત્વ તથા તેમાં વપરાતા બાગાયતી યંત્રો ટેરેસ ગાર્ડન અને ઇન્ડોરગાર્ડનનું મહત્વ ફળ અને શાકભાજીનું આહારમાં મહત્વ તથા બાગાયતી પાકની હાલની સ્થિતિ અને કિચન ગાર્ડનમાં આવતા મુખ્ય રોગ અને જીવાત અને તેનું નિયંત્રણ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લાના નાયબ બાગાયત નિયામક આર.કે. બોઘરા, મોરબી બાગાયત અધિકારી બી.એચ. કોઠારીયા, હળવદ બાગાયત અધિકારી ડી.જી. પ્રજાપતિ, મોરબી કે.વી.કે. ના વિષય નિષ્ણાંત ડી.એ. સરાડવા તેમજ ૪૫ થી વધુ મહિલાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો તેમ નાયબ બાગાયત નિયામક મોરબી દ્વારા જણાવાયું છે.




Latest News