મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૮ જાન્યુઆરીએ યોજાશે


SHARE







મોરબી શહેર અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૮ જાન્યુઆરીએ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી શહેર અને ગ્રામ્ય તાલુકા કક્ષાએ યોજાતો જાન્યુઆરી-૨૦૨૬ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા.૨૮ ના રોજ યોજાશે ત્યારે તાલુકાનો કાર્યક્રમ સવારે ૧૧:૦૦ કલાકે મોરબી તાલુકા સેવા સદનના સભાખંડ લાલબાગ ખાતે અને શહેરનો કાર્યક્રમ શહેર મામલતદાર કચેરી એન.સી.સી. કમ્પાઉન્ડ વેજીટેબલ રોડ ખાતે યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્નો-ફરિયાદો ૧૦ જાન્યુઆરી સુધીમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમલખવાનું રહેશે. અને ૧૦ તારીખ પછી મળેલી અરજીઓ આવતા મહિને ધ્યાનમાં લેવામાં આવશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમલખવાનું રહેશે.

તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/ પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી રહેશે.

અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદ્દાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. અને આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તથા અગાઉ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવાઈ ગયેલા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં કે ધ્યાને લેવાશે નહી જેની અરજદારોને નોંધ લેવા મામલતદારે યાદીમાં જણાવાયું છે






Latest News