મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી પ્રજાસત્તાક દિન પર્વની પરેડમાં જોડાશે


SHARE







મોરબીની આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી પ્રજાત્તાક દિન પર્વની પરેડમાં જોડાશે

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના/ NSS યુનિટની સક્રિયતા છેલ્લા કેટલાંક વર્ષોથી વિશેષ જણાય રહી છે. આ એકમના સ્વયંસેવક કુંભાર સલીમ  ક્રમિક સ્થાનિક કક્ષાએ, યુનિવર્સિટી કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ પસંદગી પામી West Zone Pre Republic Day Camp માં ૩૧ ઓક્ટોબરથી ૯ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે જોડાયેલ હતા અને ત્યાં તેમણે દસ દિવસ દરમિયાન જુદી-જુદી ઇવેન્ટમાં પોતાની પ્રતિભા દાખવેલ હતી અને તેમના પરફોર્મન્સના આધારે તેમની રિપબ્લિક ડે પરેડમાં પસંદગી થયેલ છે. તેઓ રાષ્ટ્રીય સેવા યોજનાના રાષ્ટ્રીય સ્તરના કેમ્પમાં ૧ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી દરમિયાન દેશની રાજધાની નવી દિલ્હી ખાતે જોડાશે. અને ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ પર્વની પરેડમાં એનએસએસની ટુકડીમાં સામેલ થશે. આ તકે ટ્રસ્ટી રજનીભાઈ મહેતા, પ્રિન્સિપાલ ડો. રામભાઈ વારોતરિયા, પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલભાઈ ધ્રુવ, એનએસએસ સ્વયંસેવકો તથા કોલેજ પરિવારે હર્ષની લાગણી સાથે તેમને અભિનંદન પાઠવેલ છે. સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન બધી જ કોલેજોમાંથી એક માત્ર કુંભાર સલીમની પસંદગી થયેલ છે. જો કે, ગુજરાતમાંથી ૧૨ ભાઈઓ-બહેનો આ રાષ્ટ્રીય કેમ્પમાં જોડાશે.




Latest News