મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સૌપ્રથમવાર રાજકોટથી સ્પેશ્યાલિસ્ટ ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિઃશુલ્ક કેમ્પ


SHARE







મોરબીમાં સૌપ્રથમવાર રાજકોટથી સ્પેશ્યાલિસ્ટ ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિઃશુલ્ક કેમ્પ

રાજકોટની મારવાડી યુનિવર્સિટી, અને ફિઝિયોકૅર તેમજ મોરબીમાં આવેલ શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટના સહયોગથી મોરબીમાં સૌપ્રથમવાર રાજકોટથી સ્પેશ્યાલિસ્ટ ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિઃશુલ્ક કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે

 મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ મંદિરની પાછળ જી.આઇ.ડી.સી. મેઇન રોડ ઉપર આવેલ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે આગામી તા ૨૪/૧૨ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૧:૦૦ સુધી ફિઝિયોથેરાપી કેમ્પ રાખવામા આવેલ છે જેમાં રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડો. જયેશ પરમાર, ન્યુરો અને ફિઝિયોથેરાપીસ્ટ ડો. રાહુલ છતલાણી, ઓર્થો. ફિઝિયોથેરાપીસ્ટ ડો. શાહરુખ ચૌહાણ, કાર્ડીઓ-પલ્મોનરી ફિઝિયોથેરાપીસ્ટ ડો. કલ્યાણી જીવરાજાની, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટ ડો ફલક બુચ તેમજ ન્યુરો અને ફીઝિયોથેરાપીસ્ટ ફિઝિયોકૅર શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ મોરબીના ડો. કેશા અગ્રવાલ સેવા આપશે 

કેમ્પનો લાભ કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીનો દુખાવો હોય તે દર્દી લઈ શકે છે તેમજ ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, હાથ, પગ તથા મોઢાના લકવા, પેરાલીસીસ, કંપવાનો પ્રોબ્લેમ, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, સાયટીકા/ગાદી ખસવી/સાંધાના વા/ઘૂંટણનો ઘસારો/રમત ગમતમાં ઇજા અને કોરોના પછી ફેફસાની કસરતો, ક્રોનીક ઓબસ્ટ્રક્ટીવ પલ્મોનરી ડિસીઝ ( COPD ) માટેની કસરતો કરતાં દર્દીઓ લાભ લઈ શકે છે અને જે દર્દી આ કેમ્પમાં આવે તે દર્દીએ પોતાના જુના રિપોર્ટ સાથે રાખવા અને કેમ્પ માટે રજીસ્ટ્રેશન ૬૩૫૯૭ ૦૧૯૩૩ નંબર ઉપર કરાવવાનું રહેશે






Latest News