મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી મિત્ર સાથે નાસ્તો કરવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ


SHARE







મોરબીમાં ઘરેથી મિત્ર સાથે નાસ્તો કરવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ડી માર્ટ પાસે મિત્ર સાથે નાસ્તો કરવા માટે જવાનું કહીને યુવતી ઘરેથી નીકળી હતી અને ત્યાર બાદ યુવતી ગુમ થઈ ગયેલ છે જેથી હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવતા પોલીસે તેની નોંધ કરીને ગુમ થયેલી યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

 જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીક આવેલ પ્રભુકૃપા ટાઉનશિપમાં રહેતા અરવિંદભાઈ મનુભાઈ જોધાણી (46)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓની 19 વર્ષની દીકરી સીમોબેન અરવિંદભાઈ જોધાણી ગુમ થયેલ હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ હતી જેમાં જણાવ્યું છે કેમોરબીમાં આવેલ ડી માર્ટ પાસે મિત્ર સાથે નાસ્તો કરવા માટે જવાનું કહીને તેમની દીકરી ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે યુવતીને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

વૃદ્ધા સારવારમાં

મોરબીના વાવડી રોડ કબીર પાર્કમાં રહેતા ઈલાબેન પ્રફુલભાઈ પંડ્યા (62) નામના વૃદ્ધાને મારામારીના બનાવમાં ઈજા થતાં ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના નાનીવાવડી ગામે રહેતા રતનબેન જસમતભાઈ રૂપાલા (82) નામના બાઈકમાંથી કંડલા હાઇવે રોડ ઉપર ઓમ પેલેસ નજીક પડી ગયા હતા જેથી તેઓને ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News